ગેલેલિયો ગેલિલી 8 જાન્યુઆરી

શ્રી એલ. વી. જોષી

    અજબ વૈજ્ઞાનિક,ગજબ ખગોળશાસ્ત્રી ગેલેલિયોનો જન્મ ઇ.સ.1564 માં ઇટાલીમાં પીસા નગરમાં થયો હતો પિતાની ઇચ્છા મુજબ પીસા વિશ્વવિદ્યાલયમાં  તબીબી અભ્યાસમાં પ્રવેશ મેળવ્યો.એ સાથે તેમણે વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન પણ કર્યુ, એકસરખી લંબાઇવાળા લોખંડના ગોળાના  લોલકનુ આંદોલન એક સરખી ગતિવાળું હોય
છે. આ નિયમ તેમણે આપ્યો. નાડીના ધબકારાના દર માપવાનું સાધન પલ્સીમીટર તેમજ દૂર દૂરના તારાઓ અને વહાણો જોઇ શકાય તેવું દૂરબીન તેણે બનાવ્યું. સૂર્યમાં કેટલાક ધાબા છે અને તે પોતાની ધરી ઉપર ફરે છે. તેના આવા વિધાનથી પાદરીઓ ઉશ્કેરાયા અને લોકોમાં વાત ફેલાઇ ગઇ કે ગેલેલિયો ધર્મવિરોધી છે. તેમના પર દાવો ચલાવ્યો અને બાઇબલની માન્યતાથી વિરુદ્ધ લખાણ લખવા બદલ 70 વર્ષની વયના ગેલેલિયોને જેલમાં પૂરી દેવામાં આવ્યાં. થર્મોમીટર અને ટેલિસ્કોપની શોધ તેમણે કરી. સમય માપવા માટે ઘડિયાળમાં લોલકનો જે ઉપયોગ કરવામાં આવ્યો તે તેમણે કરેલા પ્રયોગનું જ પ્રદાન હતું તેમના જીવનની સૌથી મોટી કરૂણતા ઓ એ  હતી કે દૂરબીનની મદદથી  બીજાઓને આકાશની  અજાયબીઓ બતાવનાર આ મહાન ખગોળશાસ્ત્રી ઉત્તરાવસ્થાની અંધત્વને કારણે પોતે એ નજરે જોવાનો લહાવો ન લઇ શકયા. તેમનો દેહવિલય 8/1/1642 ના રોજ થયો  હતો.ગેલિલિયો એક  એવો દિગ્ગજ હતો કે  જેના ખભા પર પાછળથી ન્યૂટન ઊભો હતો. આગળ જોવા અને સત્ય જાણવા માટે.
Advertisements

About abhyaskram

પ્રાથમિક શિક્ષક
This entry was posted in દિન વિશેષ. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s