લેખન: એક કળા અને સાધના.

કમલેશ ઝાપડિયા
લેખન એક કળા છે અને સાધના પણ છે. કળા એટલે કુશળતાં કે આવડત. તેને પ્રાપ્ત કરવા સાધના કરવી પડે.
આ તકે યાદ આવે છે સંગીત વગાડતા હારમોનિયમ વાદક કે તબલા વાદકની. તે કટલું સરળતાંથી વગાડી શકે છે? તેમાથી પ્રગટ થતાં શુર શ્રોતાંગણને ડોલાવે છે. એવું જ તબલા વાદકનું પણ. કેવા સરસ તબલા વગાડે છે? તેની એક એક થાપ કેવી કિમતી હોય છે. સંગીતને તાલમા લાવી દે છે.આ સાંભળવું, જોવુ ઘણું મજાનું હોય છે. પણ બન્‍ને આપને આ કળા ન આવડતી હોય અને બન્‍ને વગાડવા માટે આપવામા આવે તો ? તેમાથી ન મળે શુર કે ન મળે તાલ. કેમ કે બન્‍ને વાદ્યો માટે ઘણી સાધના કરવી પડે. હા, જે ને ફાવી જાય તેને માટે તો સરળ બની જાય છે.
આવા કોઇ પણ વાદ્ય કે કળા લો. બંસરી વાદન, ચિત્રકળા, નૃત્‍યકળા ગમે તે લો. બધી જ કળા ભરપુર સમય અને સાધના માગે છે. લેખનકળા તો એનાથીય આગળ છે. તેને પ્રાપ્ત કરવા ખૂબજ પરિશ્રમ કે તપ કરવું પડે. અરે ! કેટલાય કવીઓ, લેખકો, કે સર્જકો રાત્રે મોડા સુધી જાગીને લખતા હોય છે.
લેખન એ એક અંતરની એ અભિવ્‍યક્તિ છે. અને એ ભિતરમાંથી પ્રગટ થાય છે. અંતરનો એકતાર જયારે જણજણી ઉઠે ત્‍યારે ઘણું લખાય છે. રામસાગરના તાર પર આંગળીનો શ્પર્શ થાય ત્‍યારે જાણે તાર બોલવા લાગતાં હોય એ લાગે છે. એ તાલ કે શુર ભલે મુર્ત વસ્તુઓમાથી પ્રગટ થતાં હોય, પણ અંતે તો ભીંતરમા ચાલી રહેલો એક નાદ છે. બસ લેખનનું પણ આવું જ છે. ભીતરમા જયારે કોઇ સ્‍ફૂરણા પ્રગટ થાય ત્‍યારે હાથમા કલમ લઇ લખવા બેસતી વ્યવ્ક્તિ અને તેમાથી કોઇ કવીતા, લેખ, વાર્તા, નવલકથા, નિંબધ વગેરે બહાર આવે છે. જે દુનિયા સામે પ્રગટ થાય છે.તેની અસર વાચકના ભીતરમા પડેલા શુરને પણ ડોલાવી દે.
અંતરની એક સ્‍ફૂરણા લેખન તરફ દોરી જાય છે. અને  ઉપયોગી સાહિત્‍ય મળે છે. લેખન ક્ષેત્ર તો વિશાળ છે. પણ અંતરની અનૂભુતિ કરાવતો એક નાદ એટલે લેખન કળા.   
Advertisements

About abhyaskram

પ્રાથમિક શિક્ષક
This entry was posted in લેખન. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s