બોરડી રે બોરડી …..

કમલેશ ઝાપડિયા

એક જંગલહતું. ઉચાણ વાળી જગ્યામાં ડોસીમાની ઝૂંપડી આવેલી હતી ફરતી થોરની વાડ હતી. ઝૂંપડીની સામે ઝાંપો હતો. ઝુંપડી પાછળ વાડોલિયું હતું.
સરસ મજાની ઝૂંપડી,
ઘાસથી બનાવેલ ઝૂંપડી
ગારથી લીંપલ ઝૂંપડી:
ને ફળીયામાં એક બોરડી.
આહા.. હા.. હા- ! બોરડીના બોર કાંઈ મીઠાં.. કાંઈ મીઠાં. ગળયા ગળયા મધ જેવા આ બોરડીને ડોસીમાં રોજ પાણી રેડે બોરડી સામે જુએ ને બોલે

બોરડી રે બોરડી,
તારા બોર મીઠાં,
ખાય બોર ને,
મુખડે હસ્તા દીઠાં,
ત્યાંતો બોરડી ટપો.. ટપ બોર પાડવા લાગતી પછી ડોસીમાં ગામમાં આવી , છોકરાને ભેગા કરી બધાને બોર આપતા. ડોસીમાને બાળકો ખૂબ વહાલા હતા. બાળકો ડોસીમાની વાટ જોતા હોય ડોસીમાં આવે, મીઠા મધ જેવા બોર લાવે, ને પછી માંડે વાર્તા. ડોસીમાં વાર્તા કહેતા જાય છોકરાઓ બોર ખાતાં જાય. બધાને ખૂબ મજા આવે.
ડોસીમાને બોરડી ખૂબ ગમતી. રોજ બોરડીને પાણી પાય, બોરડીતો ઘણી મોટી થઈ ગઈ હતી છતાં ડોસીમાં બોરડી ને દિકરીની જેમ સાચવતા ક્યારેક બોરડી સાથે વાતો કરવા લાગતા.
અરે…! વાહ મારી બોરડી ?
તુંતો કેવી બોરડી ?
તારા અંગે કેટલા કાંટા
પણ તારા બોર મીઠાં
ડોસીમાં આમ વાત કરતાં હાતાં, ત્યા એક વાંદરાભાઈ હળવા–હળવા પગે આવ્‍યા. એવામાં ડોસીમાં ઝૂંપડીમાં ગયા, ત્યાંતો વાંદરાભાઈ આમ જુએ ને તેમ જુએ..ઘડીક ઊભા થાય પાછા બેસી જાય ઘડીક કુદકા મારવા લાગે. વાંદરાભાઈ ને થયું કે, આ ડોસીમાં રોજ બોર ખાય છે લે ને આજ હુંય બોર ખાઉ. પણ બોર કોઈ રેઢાં થોડાં પાડ્યા છે ? તે બોર એમને એમ ખવાય. ડોસીમાં પણ બોર લેવા જાય ત્યારે બોલતાં
બોરડી રે.. બોરડી
તારા બોર મીઠાં ,
ખાય બોર ને
મુખડે હચતા દીઠાં.
પછી ટપો .. ટપ કરતી બોરડી બોર પાડતી, પછી ડોસીમાં બધાય બોર વીણી લેતા.
પણ વાંદરાભાઈ તો એમને એમજ પહોચી ગયા. બોરડી પાસે. જયાં ઠેકડો મારવા ગયા ત્યાં બોરડીએ તેમની ડાળ ઊંચી કરી આ જોઈ વાંદરાભાઈ ખિજાયા. તેને થયુ.
– ચાલ આ બોરડી આ રીતે બોર નહી ખાવા દે.
એટલે વાંદરાભાઈ બોરડીમાથે ચડવા લાગ્યા જેવા બોરડીપર ચડ્યા કે તરત જ બોરડી જોર જોરથી હલવા લાગી, આમ તેમ ડોલવા લાગી. વાંદરાભાઈની પીઠ પર કાંટા વાગવા લાગ્યા બોર ખાવાના તો બાજુમાં રહ્યા પણ માંડ–માંડ નીચે ઊતરી શક્યા.
ઓય માડીરે … ઓય માડીરે …
વાંદરાભાઈ રાડા- રાડ કરવા મંડયા. આ સાંભળી ડોસીમાં તરત બહાર આવ્યા. જોયુતો વાંદરાભાઇ કુદકા મારતાં હતાં. ડોસીમાંને થયું કે આ વાંદરો પૂછ્યા વગર બોર ખાવા ગયો હશે ને આવા બે હાલ થયા હશે.
– એ ડોસીમાં.. ડોસીમાં મને બચાવો ..
– આ જુઓને મને કેટલા કાટા વાગ્યા છે
પછી ડોસીમાએ બધા કાંટા કાઢી આપ્યા.
– હાશ.. ડોસીમાં તમારી બોરડી બો…ઉ.. ભૂંડી હો .હું તો બોર ખાવા ગયો ત્યાં તો મારી આવી હાલત થઈ.
– ભાઈ, એમ પૂછ્યા વગર થોડાં બોર ખવાય ? મને કહ્યું હોત તો તને ખાવા એટલા બોરડી આપેત
– હા.. હા.. મારે બોર ખાવા છે. મને બોર ખૂબ ભાવે છે. ડોસીમાં ઊભા થયા ને બોલ્યા
બોરડી રે બોરડી,
તારા બોર મીઠાં,
ખાય બોર ને
હસતા મુખડા દીઠાં.
ત્યાંતો ઘણાં બધાં બોર હેઠા પાડ્યા. પછી વાંદરાભાઈએ ધરાઈને બોર ખાધા. પછી કુદકા મારતા- મારતાં જંગલમાં ચાલ્યા ગયા.
બીજા દિવસે પણ વાંદરાભાઈ આવ્યા અને ખૂબ બોર ખાધા. હવે વાંદરાભાઈ રોજ આવવાં લાગ્યા. બોરડીના બોર ખાય અને ડોસીમાને કામમાં મદદ કરે, ફળીયું વાળી આપે વાસણ માંજી આપે.
એક દિવસ વાંદરા ભાઈ આવતાં હતાં, ત્યાં રસ્તામાં શિયાળ મળ્યુ અને બોલ્યું,
-ઓ વાંદરાભાઈ ક્યાં જાઓ છો ?
– અરે ..તમને ખબર નથી !
– ના
– તો સાંભળો,
રોજ ઝૂંપડીએ જાઉ છું,
મીઠા બોર ખાઉ છું,
ને તાજો માજો થાઉ છું.
શિયાળ કહે: માળું…. તમારી વાત તો સાવ સાચી હો વાંદરાભાઈ. તમે તો કેવા તાજા–માજા થઈ ગયા છો. મને તમારી સાથે લઈ જાશો ?
એ રે કેમ નહી ?.. ચાલો જઈએ, એક કરતા બે ભલા. વાતો કરતાં કરતાં ડોસીમાની ઝૂંપડીએ પહોંચી ગયા. ડોસીમાંએ બન્નેને આવકારો આવ્યો. ને બોર ખવડાવ્યા. શિયાળને તો બોર દાઢે ચડ્યા તેને થયું આ વાંદરો રોજ અહીં બોર ખાય છે ને કેવો જાડો… પાડો થયો છે?
આનું કંઈક કરવું તો પડશે જ. હવેતો શિયાળ પણ વાંદરા સાથે આવવાં લાગ્યું. એક દિવસ બન્યું એવુકે વાંદરાભાઈ બિમાર પડ્યા એટલે શિયાળને તો જોતું તું ને જડ્યું પહોચી ગયું ડોસીમા પાશે. શિયાળ કાલા–વાલા કરવા લાગ્યુ. અરે માડી.. વાંદરાભાઈ બિ‍માર પડ્યા છે. મને થયુ કે વાંદરાભાઈ માટે કંઈક જમવાનું લઈ આવું. આ વાત સાંભળી ડોસીમાં ખીચડી, દૂધ અને ટોપલો ભરીને બોર આપ્યા.
– લે વાંદરાને આપજે અને કહેજે કે ઝટ સાજોથઈ જાય.
– ભલે.
– તને ડોસીમાં ખૂબ યાદકરે છે.
શિયાળ આ બધુ લઈ ગયું, બધુ પોતે ખાય ગયુ . બોરના ઠળિયા ભેગા કરી ટોપલામાં ભર્યા માથે પાંદડા ઢાંકી દીધા
– લ્યો વાંદરાભાઈ શું ?
– આ જમવાનું ડોસીમએ કંઈક મોક્લ્યુ છે.

4
પછી શિયાળ ચાલ્યું ગયુ.
વાંદરાભાઈ તો ટોપલામાં જુએ તો- માત્ર બોરનાં ઠળિયા જ હતા ડોસીમાં કેવા ભલા છે. તે કોઈ દિવસ આવું કરે જનહી
રાત થવા આવી હતી. વાંદરાભાઈ બિમાર અને ભૂખ્યા હતા. માંડ-માંડ થોભા ભરતાં ભરતા ડોસીમાં પાસે આવ્‍યા ને બધીય વાત કરી.
આ સાંભળી ડોસીમાને દુ:ખ થયું પછી વાંદરાભાઈ ને જમાડ્યા.
કાંઈ વાંધો નહી હું એને બરાબરનો પાઠ ભણાવીશ. સવાર પડી ત્‍યાંતો લટુડા પટુડા કરતું શિયાળ આવ્યુ ને ડોસીમાને કહેવા લાગ્યું.

– ડોસીમાં આજે પણ વાંદરાભાઈ માટે ખાવાનુ લઈ જવું છે.
– સાંભળ આજે મને પણ મજા નથી.
– ડોસીમાં એ કહયું, એક કામ કર
– શું ?
– પેલી તપેલીમાં બોર પડ્યા છે એ બોર લઈજા. શિયાળ ઝૂંપડીમાં ગયુ આમ-તેમ જોવા લાગ્યું ખૂણામાં એક તપેલી પડી હતી એને થયુ કે લાવને થોડાંક બોર અહી જ ખાઈ લઉ. અહી કોણ ભાળવાનુ હતું.
ઝૂંપડી માં અંધારું હતું. તપેલી ઉઘાડી હાથ તપેલીમાં નાખી બોર ખાવા ગયું..
– ઓય .. માડીરે.. ઓય.. માડી રે…
મારા હાથ બળીગયા ઓ બાપ રે..
એમ કરતું શિયાળ ભાગ્યુ વાંદરાભાઈ પણ આ બધો ખેલ ગોદડામાં છૂપાઈને જોતા હતા
– હં હવે બરાબર .. ડોસીમાં અંદર આવતા બોલ્યા
– એરે.. ભારેથઈ – વાંદરો કહેવા લગ્યો
– શિયાળ એજ લાગનું હતુ. કહેતાં કને ડોસીમાં એ તપેલીમાં ભારેલાં આંગારા પાછા ચૂલામાં નાખ્યા પછીતો ખાધુ–પીધુ ને મોજ કરી.

Advertisements

About abhyaskram

પ્રાથમિક શિક્ષક
This entry was posted in બાલવાર્તા, લેખન. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s